સૌરાષ્ટ્ર કચ્છની વડાલીયાં ફૂડસ નું રાજકોટ અમદાવાદ અને બરોડા બાદ સૂરત માં ધમાકેદાર ઓપનિંગ………..

1 min read

એક સાથે બે બે સ્ટોર નું 26 સપ્ટેમ્બર ગુરુવારનાં તાપી નદીના કાઠે વસેલા સુરતમાં વડાલીયા ફુડ્સ દ્વારા “ફ્રેન્ચાઇઝી આઉટલેટ’ નું શાનદાર ઓપનિંગ

વડાલીયા ફુડ્સ કંપની દ્વારા સુરત નાં પાલનપુર કેનાલ રોડ અને અડાજણ માં પાલનપુર પાટિયા રોડ પર આમ 2 ફ્રેન્ચાઈઝી આઉટલેટ પરથી કંપનીની તમામ 150 થી પણ વધારે પ્રોડક્ટ એકજ જગ્યા પરથી મળી શકશે.

સુરત: છેલ્લા એક દાયકાથી નમકીન,ફ્રાઇમ્સ,વેફર્સ ની દુનિયામાં રાજકોટ અને ગુજરાતને અનોખા સ્વાદ અને ઉત્તમ ક્વોલિટીની લોકોની પહેલી પસંદગી બની રહેલી કંપની વડાલીયા ફુડ્સ દ્વારા હવે સુરત નાં આ બન્ને સ્ટોર માં 26 સપ્ટેમ્બર ગુરુવાર થી 2 ફ્રેન્ચાઇઝી ઓઉટલેટનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે. સુરત (૧) શોપ નંબર:-57 ગ્રીન પલડિય, પાલનપુર કેનાલ રોડ, રાજ વલ્ડ શોપિંગ સેન્ટર નિ બાજુમાં પાલનપુર જકાત નાકા – surat-395005 અને (2) A-21 ગ્રાઉન્ડ ફ્લોર, વર્ષા સોસાઈટી, શાંતિનિકેતન સ્કૂલ ની બાજુમાં, પાલનપુર પાટિયા રોડ, અડાજણ સુરત- 395009 વડાલીયા ફુડ્સ દ્વારા બે ફ્રેન્ચાઇઝી આઉટલેટ નું ઉદ્ઘાટન સુરતનિ સ્વાદ પ્રિય જનતા ની ઉપસ્થિતિમાં થવા જઈ રહ્યું છે.

સિમેન્ટ ક્ષેત્રે દેશભરમાં નામના ધરાવનાર HI BOND સિમેન્ટ ગ્રુપ ની જ કંપની વડાલીયા ફુડ્સ દ્વારા આવતીકાલે 26 સપ્ટેમ્બરના દિવસે શરુ થનારા આઉટલેટ દ્વારા વડાલીયા ફુડ્સ કંપનીની સિદ્ધિમાં એક વધુ પીછું ઉમેરાયું છે.

વડાલીયા ફુડ્સ દ્વારા છેલ્લા એક વર્ષમાં ફ્રેન્ચાઇઝી અને કંપની આઉટલેટ શરુ કરવાની શ્રુંખલામાં અમદાવાદ,વડોદરા, આણંદ,ભરૂચ, ભાવનગર,,જામનગર, વેરાવળ સોમનાથ, જૂનાગઢ, ધોરાજી,જેતપુર, ગોંડલ, હળવદ ઉપલેટા જસદણ સુરેન્દ્રનગર અને અમરેલી માં આઉટલેટ લોન્ચ કરવામાં આવ્યા છે.જયારે સુરત માં આ પ્રથમ વખત બે બે આઉટલેટ શરુ કરવા જઈ રહી છે. ત્યારે વડાલીયા ફુડ્સની 150 થી પણ વધારે પ્રોડક્ટ આ આઉટલેટ ઉપર ઉપલબ્ધ બની રહેશે એટલે કે ફરસાણ અને નમકીનના શોખીનો માટે ખરીદી માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન બની રહેશે.

કંપની વિશે વિશેષ માહિતી આપતા વડાલીયા ફુડઝના ડાયરેક્ટર મીત ભાઈ વડાલીયા તેમજ સી ઈ ઓ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે વડાલીયા ફુડ્સ દ્વારા હાલ ૧૫૦ જેટલી નમકીન,વેફર્સ, ફ્રાઇમ્સ, ફરસાણ, ખાખરા, પાપડ વગેરે પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે. વડાલીયા ફુડ્સની તમામ આઈટેરમો લોકોને પસંદ પડી રહી છે. કંપની ક્વોલિટીમાં માને છે અને એટલે જ શ્રેષ ક્વોલિટી અને લોકોને પરવડે તેવી કિમંતમાં તમામ પ્રોડક્ટ ઉપલબ્ધ કરવામાં આવી છે. એક જ આઉટલેટ પરથી વડાલીયા ફુડ્સ તમામની 150 જેટલી અલગ અલગ આઇટમો અહીં સુરતમાં સ્થિત ફ્રેન્ચાઇઝી આઉટલેટ પર ઉપલબ્ધ બનશે.
ફ્રેન્ચાઇઝી આઉટલેટ વિશે વાતચીત કરતા મિતભાઈ વડાલીયા અને કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં રાજકોટ શહેરમાં ગાંધી ચેમ્બર,ગોંડલ રોડ,બોમ્બે હોટેલ નજીક પ્રથમ રિટેલ આઉટલેટ શરૂ કરવામાં આવ્યો હતો. જેને ભારે સફળતા મળ્યા બાદ રાજકોટ સહિત અનેક શહેરોમાં આઉટલેટ લોન્ચ કરીને લોકોને વડાલીયા ફુડ્સની વિવિધ આઈટેમોના સ્વાદનું ઘેલું લગાડ્યું છે. આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક શહેરોમાં ફ્રેન્ચાઇઝી આઉટલેટ ખોલવામાં આવશે. કંપની ભવિષ્યમાં માત્ર ગુજરાતના જ નહિ પરંતુ પાન ઇન્ડિયામાં પોતાના ફેક્ટરી તેમજ ફ્રેન્ચાઇઝી આઉટલેટ શરૂ કરી રહી છે.

મિતભાઈ વડાલીયા તેમજ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં નમકીન અને ફ્રાઇમ્સ નું વિશાળ માર્કેટ છે. સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં પણ કરોડોનું માર્કેટ ધરાવતા આ બિઝનેસમાં અમે લેટેસ્ટ ટેકનોલોજી અને ફુલ્લી ઓટોમેટીક પ્લાન સાથે પ્રવેશ કર્યો હતો. સાડા પાંચ એકરમાં પથરાયેલા કંપની પ્લાન્ટમાં તમામ પેકિંગ તેમજ નાઇટ્રોજન સાથે પેક કરવામાં આવે છે. જેથી કરીને પ્રોડક્ટ ઉપર વાતાવરણની કોઈ અસર થતી નથી. આ તમામ પ્રોડક્ટ ને ઝીરો પરસેન્ટ કોલેસ્ટ્રોલ પણ બનાવવામાં આવી છે, સામાન્ય રીતે આ પ્રકારની પ્રોડક્ટ સ્કૂલના બાળકો તેમજ યુથ જનરેશન વધારે પસંદ કરતા હોય છે ત્યારે તેમની હેલ્થનું પણ પૂરેપૂરું ધ્યાન કંપની દ્વારા રાખવામાં આવ્યું છે.
કંપનીની પ્રોડક્ટ વિશે જણાવતા કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે વેફર સેગમેન્ટમાં બ્લેક પેપર અને સોલ્ટેડ ચીપ્સો, ઉપરાંત સ્પાઈસી મસાલા, ટેન્ગી ટોમેટો, મસાલા ચીપ્સોની ભારે ડિમાન્ડ છે. આ ઉપરાંત પેપરીકા વેફર અને સોયા સ્ટીક્સ, મેજીક પુરી,મસાલા ભૂંગળા ,ચોકડી મસાલા, પોપ પોપ પાસ્તા, સિઝલિંગ સ્ટીક્સ, મંચુરિયન વહીલ, કાજુ બિસ્કીટ ,પોપકોર્ન પ્રોડક્ટ એ સારી લોકચાહના મેળવી છે. ફરસાણ સેગ્મેન્ટમાં પણ બેસન સેવ, ભાવનગરી ગાંઠિયા, રતલામી સેવ, પાપડી ગાંઠિયા, તીખા ગાંઠિયા, આલુ ભુજીયા, નીબું સેવ, અને સેવ મમરા, ગાર્લિક મમરા, તીખા મીઠા મિક્સ, સકરપારા ,ભાખરવડી, મગદાળ, શીંગ ભુજીયા, દાબેલા ચણા વગેરે પ્રોડક્ટ સામેલ છે. આ ઉપરાંત ડ્રાય કચોરી પાપડ, મસાલા ખાખરા, મેથી ખાખરા અને જીરા ખાખરા ની રેન્જ પણ સામેલ છે. આ ઉપરાંત ફરારી ખાખરા,ફરારી ભાખરી અને ફરાળી મિક્સ્ચર પણ ઉપલબ્ધ છે.

સુરત નાં આ બન્ને ફ્રેન્ચાઇઝી આઉટલેટ લોન્ચિંગ પર ખુશી વ્યક્ત કરી કંપનીએ જણાવ્યું હતું કે અમને આશા છે કે આ વિસ્તાર નજીક રહેતા લોકોની સાથે સાથે સુરતની જનતાને ફરસાણ,નમકીન,વેફર્સ,ફ્રાઇમ્સ સહિતની આઇટમો માટે હવે અન્ય જગ્યા પર જવું નહિ પડે અને લોકોને મનપસંદ તમામ પ્રોડક્ટ એક જ જગ્યા પર ઉપલબ્ધ બની રહેશે

સુરતના આ બન્ને શરુ થઇ રહેલા આ ફ્રેન્ચાઇઝી આઉટલેટ પાર ઉદ્ઘાટન પ્રસંગે દીપક ભાઈ ગરચર દ્વારા જણાવવામાં આવેલ કે આં નવા બને સ્ટોર પરથી વડાલિયા ફુડ્સ દ્વારા શોનપાપડી અને ટોસ્ટ પણ લૉન્ચ કરવામાં આવેલ છે જેનો સુરતની સ્વાદ પ્રિય જનતાને પધારવા વડાલીયા ફુડ્સ તરફથી હાર્દિક નિમંત્રણ આપમાં આવ્યું છે.

You May Also Like