GBS ફેશન વીકમાં સીમ્સ અને સોનાની જ્વેલર્સે રજૂ કર્યું ભવ્ય વેડિંગ કલેક્શન

  • સીમા કલાવડિયા દ્વારા ડિઝાઇન કરાયેલા બ્રાઇડલ આઉટફિટ્સ અને સોનાની જ્વેલર્સની લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું ભવ્ય અનાવરણ, ૧૫ લુક્સે દર્શકોને કર્યા મંત્રમુગ્ધ

સુરત: ગ્લોબલ બિઝનેસ સોશિયલ (GBS)ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે આયોજિત બે દિવસીય મેગા બિઝનેસ સમિટ અને GBS ફેશન વીકમાં ફેશનપ્રેમીઓ માટે સૌથી આકર્ષણનું કેન્દ્ર બન્યો સીમા કલાવડિયા (સિમ્સ) અને સોનાની જ્વેલર્સનો વિશેષ કોમ્બાઇન બ્રાઇડલ શો. આ શોમાં આગામી લગ્ન સીઝનને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા વિશિષ્ટ વેડિંગ કલેક્શનનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું.

સીમા કલાવડિયા દ્વારા ડિઝાઇન કરાયેલા આધુનિકતા અને પરંપરાનું સુંદર સંયોજન ધરાવતા બ્રાઇડલ આઉટફિટ્સ સાથે સુરત સ્થિત સોનાની જ્વેલર્સની લેબગ્રોન ડાયમંડ જ્વેલરીએ રેમ્પ પર અનોખી છાપ છોડી હતી. નોંધનીય છે કે સોનાની જ્વેલર્સ સુરતમાં દેશના સૌથી મોટા લેબગ્રોન ડાયમંડ જ્વેલરી શોરૂમ તરીકે ઓળખાય છે અને આ પ્રસંગે તેણે પોતાની નવી વેડિંગ જ્વેલરી કલેક્શન પણ રજૂ કરી હતી.

શો દરમિયાન કુલ ૧૨ મહિલા મોડલ, એક શો-સ્ટોપર અને બે પુરુષ મોડલ સહિત કુલ ૧૫ લુક્સ રજૂ કરવામાં આવ્યા હતા. અને એનું જે શો – સ્ટોપર આઉટફિટ હતું તે અત્યાર ના મિસ ઈન્ડિયા 2026 એ પેહરેલું. દરેક પ્રેઝન્ટેશનમાં વેડિંગ આઉટફિટ્સ અને લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું સુમેળભર્યું સંયોજન જોવા મળ્યું, જેને ઉપસ્થિત મહેમાનો અને ફેશનપ્રેમીઓએ ખૂબ સરાહ્યું.

આ કોમ્બાઇન પ્રેઝન્ટેશન સીમ્સ અને સોનાની જ્વેલર્સના સંયુક્ત સહયોગથી રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં બંને બ્રાન્ડે આગામી લગ્ન સીઝન માટેના પોતાના વિશિષ્ટ કલેક્શનને એક જ મંચ પરથી રજૂ કરીને નવી ફેશન ટ્રેન્ડ્સને ઉજાગર કર્યા.

ઉલ્લેખનીય છે કે GBSની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, ઉદ્યોગસાહસિકો, બિઝનેસ કોચ, ડિઝાઇનર્સ અને દેશભરના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ડૉ.

મલય પારેખ, રાજસિંહ, અંકિત પાનવાલા તથા GBSની સમગ્ર ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. GBS ફેશન વીકમાં દેશના અગ્રણી ડિઝાઇનર્સ દ્વારા વિવિધ થીમ આધારિત કલેક્શન રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સીમ્સ અને સોનાની જ્વેલર્સનું બ્રાઇડલ કલેક્શન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.