પ્રખ્યાત ખગોળ વિજ્ઞાની ડૉ. પંકજ જોશી સાર્વજનિક યુનિવર્સિટીના પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ

1 min read

21 મી ફેબ્રુઆરીએ પદવીદાન સમારોહના આયોજન પહેલા 19 અને 20મી કલ્ચરલ અને કાર્નિવલનું આયોજન

સુરત: દક્ષિણ ગુજરાતની અગ્રણી સાર્વજનિક યુનિવર્સિટીના આગામી પદવીદાન સમારોહમાં દેશના ખ્યાતનામ ખગોળ ભૌતિકશાસ્ત્રી અને કોસ્મોલોજિસ્ટ ડૉ. પંકજ જોશીમુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. આ પદવીદાન સમારોહ તા. 21 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે 5.30 કલાકથી યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાશે. આ પહેલા 19 અને 20 મી ફેબ્રુઆરીના રોજ કલ્ચરલ અને કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભરત શાહ જણાવ્યા મુજબ આ વર્ષના પદવીદાન સમારોહમાં જુદા જુદા 37 અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સિસના કુલ 1318 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે બિનપરંપરાગત એનર્જીના ક્ષેત્રમાં દેશની ખ્યાતનામ કે.પી. ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ફારૂક પટેલ અને જાણીતા દાતા અને એમ્પ્રાઇઝ વોયેજર શ્રી રાજેન શાહ ઉપસ્થિત રહશે

આ પહેલા 19 અને 20મી ફેબ્રુઆરીના રોજ કલ્ચરલ અને કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુનિવર્સિટી સંલગ્ન આઠ જેટલી કોલેજોના 8000 થી વધુ વિધાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ SUMUN એક્ટિવિટી છે. જેમાં વિધાર્થીઓ મોડલ યુનાઈટેડ નેશન રજૂ કરશે એટલે કે પેન ઈન્ડિયામાંથી એન્જિનિયરિંગ ના વિધાર્થીઓ વિવિધ વૈશ્વિક વિષયો પર ડીબેટ કરશે અને સોલ્યુશન પણ રજૂ કરશે.

You May Also Like