સુરત. ગુજરાતના નંબર-૧ કેરિયર કોચ અને ગ્લોબલ કૉલાયન્સના ડિરેક્ટર મેરી હિવાલેએ બુધવારે સુરતમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ખાસ માર્ગદર્શન સત્ર યોજ્યું હતું. આ કાર્યક્રમમાં મેરીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વિદેશમાં અભ્યાસનું સપનું હવે માત્ર IIT-IIM સુધી મર્યાદિત નથી, પરંતુ હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, ઑક્સફર્ડ જેવી વિશ્વની ટોપ ૧૫૦ યુનિવર્સિટીમાં પણ પહોંચી શકાય છે, એ પણ ઓછા ટકા કે ઓછા બજેટમાં.
મેરીએ કહ્યું કે આજે બે પ્રકારના વિદ્યાર્થીઓ આવે છે, એક જેઓ વિના પરીક્ષા સીધું એડમિશન માંગે છે, બીજા એવા કે જેઓ સુપર કન્ફ્યુઝ્ડ હોય. ટકા ઓછા હોય, પૈસા ઓછા હોય, માર્કેટમાં ખોટી-સાચી કોમર્શિયલ વાતો ફરતી હોય એટલે વિદ્યાર્થી મુંઝાઈ જાય. અમે એ જ વિદ્યાર્થીઓના મેન્ટોર છીએ જેમની પાસે પર્ફેક્ટ પ્રોફાઇલ નથી, તો પણ અમે તેમને વિશ્વની ટોપ યુનિવર્સિટીમાં એડમિશન અને મોટી સ્કોલરશિપ અપાવીએ છીએ.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને એડમિશન પ્રોસેસ, સ્કોલરશિપની સંપૂર્ણ રણનીતિ, એપ્લિકેશન લેખન, ઇન્ટરવ્યૂ તૈયારી અને વ્યક્તિગત મેન્ટોરશિપ પ્રોગ્રામ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સત્ર ગુજરાત ડ્રાઇવનો પ્રથમ તબક્કો હતો. આગામી કાર્યક્રમોનું શેડ્યૂલ
૨૧ નવેમ્બરે વડોદરા, ૨૩ નવેમ્બરે અમદાવાદ,૨૮ નવેમ્બરે રાજકોટ ખાતે છે.
સુરતનો આ કાર્યક્રમ પીપલોદમાં ધ સોલારિસ ધ એડ્રેસ, સુરત-ડુમસ રોડ (બિગ બજારની સામે) ખાતે યોજાયો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું હતું.
