ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોસીએશન દ્વારા પ્રિસ્કૂલ નોંધણી નિયમમાં રહેલ વિસંગતતા દૂર કરી નવી પોલિસી બનાવવાની રજૂઆત કરાઈ

1 min read

આજરોજ GIPSA (ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિસ્કૂલ આસોસીશન) નાં ગુજરાત ભરમાંથી આવેલ એસોસીએશનના મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા તાજેતરમાં આવેલ પ્રિ-સ્કૂલની નોંધણી કરાવવા માટે જે આકરા નિયમો બનાવેલ છે અને પ્રિ-સ્કૂલની પોલિસી માં જે વિસંગતાઓ રહેલ છે તે બાબતની સ્પષ્ટતાઓ તેમજ પ્રિસ્કૂલ બચાવવા માટેની રજૂઆત કરવા માટે આજરોજ ગુજરાત ભરમાંથી રાજકોટ, સુરત અમદાવાદ, વડોદરા તેમજ ગાંધીનગર પ્રિસ્કૂલ એસોસીએશન ના મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રીશ્રી શિક્ષણમંત્રીશ્રી, શિક્ષણ સચિવશ્રી, મહિલા અને બાળવિકાસ મંત્રીશ્રી, તમામ જિલ્લાના કલેકટરશ્રી, શિક્ષણાધિકારીશ્રી, તેમજ તમામ મહાનગરોના મ્યુ. કમિશ્નરશ્રીને એકસાથે વિનંતી તેમજ રજૂઆત પત્રક આપવામાં આવેલ છે.

સરકાર દ્વારા રજીસ્ટ્રેશન માટે ઘડવામાં આવેલ નિયમોની સામે પ્રિ-સ્કૂલોની રજૂઆત :-

1 – કોઈપણ (રેસીડેન્સીયલ, કોમર્શિયલ, એજ્યુકેશનલજી બી.યુ. પરમિશન માન્ય રાખવામાં આવે અને બી.યુ. પરમિશન ન હોવાના કિસ્સામાં સ્ટ્રકચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટને પણ માન્ય રાખવામાં આવે

2 – 15 વર્ષના રજીસ્ટર્ડ ભાડા કરારને બદલે સાદો 11 મહિનાનો નોટરાઈઝડ ભાડા કરારની મંજૂરી આપવામાં આવેતો આ પ્રશ્ન હલ થઈ જાય તેવો છે.

3 – ટ્રસ્ટ / નોન પ્રોફિટ કંપની / સહકારી મંડળીની સાથે સાથે પ્રોપરાઇટર કે ભાગીદારીનો ઓપ્શન પણ પ્રિ-સ્કૂલની નોંધણી માટે હોવો જોઈએ

તમામ મુખ્ય કમિટીના મેમ્બર્સ દ્વારા સરકારને આ નાના પાયે ચાલતા એકમોને બંધ કરવાનો વારો નાં આવે અને 3 થી 6 વર્ષના બાળકોને ઘરની નજીકજ માતૃ પ્રેમ પીરસતી સંસ્થાઓ ટકી રહે અને ગુજરાતની સ્ત્રીઓ પગભર રહે તેવી માન્ય રજૂઆતો માનનીયશ્રી મુખ્યમંત્રી શિક્ષણમંત્રીશ્રી, મહિલા અને બાળવિકાસ મંત્રિશ્રી ને કરવામાં આવેલ છે.

You May Also Like