સાર્વજનિક યુનિવર્સિટીમાં AI આધારિત મેનેજમેન્ટ શિક્ષણ પર પ્રથમ એકેડેમિક–ઇન્ડસ્ટ્રી મીટ

1 min read

સાર્વજનિક યુનિવર્સિટી, સુરત દ્વારા દક્ષિણ ગુજરાતના વાણિજ્ય અને મેનેજમેન્ટ શિક્ષકો તથા ઉદ્યોગ પ્રતિનિધિઓના પ્રસ્તાવિત ફોરમ અંતર્ગત પ્રથમવાર એકેડેમિક–ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન કરીને એક આગવી પહેલ કરવામાં આવી હતી. આ પહેલનો હેતુ દક્ષિણ ગુજરાતના વાણિજ્ય અને મેનેજમેન્ટ ક્ષેત્રના શિક્ષકો તથા ઉદ્યોગ ક્ષેત્રના વ્યાવસાયિકોને એક જ મંચ પર એકત્ર કરી, ઉદ્યોગના પ્રવાહો, ટેકનોલોજીકલ વિકાસ અને શૈક્ષણિક અભ્યાસક્રમોને વર્તમાન ઉદ્યોગની આવશ્યકતાઓ સાથે સુસંગત બનાવવા જરૂરી સુધારાઓ અંગે ચર્ચા કરવાનો હતો. 20 ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પ્રથમ બેઠક નું આયોજન કરવામાં આવ્યું. જેનો મુખ્ય વિષય “Decoding AI in Management Education: Are We Ready for the Challenges?” હતો.

કાર્યક્રમની શરૂઆત સાર્વજનિક યુનિવર્સિટીના માનનીય પ્રોવોસ્ટ, પ્રોફે. કિરણ પંડ્યા દ્વારા સ્વાગત પ્રવચન સાથે થઈ હતી અને કાર્યક્રમનું ઉદ્ઘાટન સંબોધન ઓરો યુનિવર્સિટીના માનનીય પ્રોવોસ્ટ, પ્રોફે. પરિમલ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તાઓ તરીકે લીડરશીપ કોચ અને ઇન્ક્યુબેટર, શ્રી હિમાન્શુ ભટ્ટ તથા સ્ટકબય.com ના સ્થાપક, શ્રી રચિત ખતોર, ઉપસ્થિત રહી હાજર સભાઓ ને સંબોધન કર્યું અને તેમણે મેનેજમેન્ટ શિક્ષણમાં નેતૃત્વ, નવીનતા અને AI આધારિત પરિવર્તન અંગે મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા.

દક્ષિણ ગુજરાતની 100થી વધુ કોલેજો અને યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યોએ આ બેઠકમાં સક્રિય ભાગ લીધો હતો. આ બેઠક શૈક્ષણિક–ઉદ્યોગ સહયોગને મજબૂત બનાવવાની તથા ભવિષ્યમાં વાણિજ્ય અને મેનેજમેન્ટ શિક્ષણને વધુ આધુનિક તથા અસરકારક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

You May Also Like