કોર્પોરેટ કનેક્શન્સ, સુરત દ્વારા “CC KLT 3.0” ઈવેન્ટ સફળતાપૂર્વક સંપન્ન

1 min read

આવનાર 5 વર્ષમાં IPO લાવવા પ્રયાસ કરી રહેલી સુરતની વિવિધ 50 જેટલી ઇન્ડસ્ટ્રીઝ માટે આ ઇવેન્ટ ખૂબજ માર્ગદર્શક રહી હતી

“વિઝન ટુ વેલ્યુએશન” ની થીમ હેઠળ આયોજિત આ ઇવેન્ટમાં સુરતના અગ્રણી ઉદ્યોગ લીડર્સ, બિઝનેસ ટાયકૂનોએ નવી જનરેશનના યંગ ટેલેન્ટેડ ઉદ્યોગ સાહસિકોને IPO, બિઝનેસ ગ્રોથ માટે જરૂરી ગાઈડલાઈન આપી હતી

સુરત :કોર્પોરેટ કનેક્શન્સ, સુરત દ્વારા તેના ફ્લેગશીપ વાર્ષિક કાર્યક્રમ, CC KLT 3.0 (નો લાઈક ટ્રસ્ટ) નું આયોજન 4 જાન્યુઆરી, 2025 ના રોજ અવધ યુટોપિયા ખાતે કરવામાં આવ્યું હતું. પ્રાયોજિત આ ઈવેન્ટની થીમ “વિઝન ટુ વેલ્યુએશન” હતી, જેમાં શહેરના અગ્રણી ઇન્ડસ્ટ્રી લીડર્સ અને પ્રતિનિધિઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

કોર્પોરેટ કનેક્શન્સ, ઇન્ડિયા | શ્રીલંકા | નેપાળના નેશનલ ડાયરેક્ટર ગૌરવ વીકે સિંઘવી દ્વારા આયોજિત આ ઈવેન્ટમાં વર્ષ 2030 સુધીમાં 50 IPO હાંસલ કરવા માટેની તૈયારી કરી રહેલા ઉદ્યોગ સમુદાયને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવાના મહત્વાકાંક્ષી મિશન પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઇવેન્ટમાં 180+ થી વધુ અગ્રણી ઉદ્યોગ લીડર્સ, બિઝનેસ ટાયકૂનો અને વ્યાવસાયિકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમે ઇનોવેશન, નેટવર્કિંગ અને સહકાર માટે એક ઉપયોગી અને પરિવર્તનશીલ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત એક ડાયનેમિક કીનોટ સેશન અને ફાયરસાઇડ ચેટ સાથે થઈ હતી. જેમાં પ્રખ્યાત વક્તાઓ તરીકે શ્રીમતી ગીતા મોદી દ્વારા સંચાલિત સુચી સેમિકોનના સ્થાપક અને સીઈઓ શ્રી અશોક મહેતા; શ્રી ગૌરવ વીકે સિંઘવી દ્વારા સંચાલિત એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર શ્રી રોહન દેસાઈ; શ્રી રિતેશ આર સરાફ દ્વારા સંચાલિત કેપી ગ્રુપના ચેરમેન અને એમડી ડૉ. ફારુક જી. પટેલ અને સુજલ સરાવગી દ્વારા સંચાલિત અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડના સીઈઓ શ્રી ગોપાલ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. IPOની સફળતા માટે નવા યુગની વ્યવસાયિક વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવા અંગેના તેમના વિચારોએ મહત્વાકાંક્ષી સંસ્થાપકો અને ઉદ્યોગ ઉત્સાહીઓ માટે અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

શ્રી ગૌરવ સિંઘવીએ જણાવ્યું હતું કે, “વર્ષમાં અમે એક વખત KLT ઇવેન્ટ કરીએ છીએ, જેનો હેતુ સુરતમાં નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે. સુરતમાં વિવિધ ઉદ્યોગ સાથે સંકળાયેલી 50 જેટલી કંપનીઓ આવનારા 5 વર્ષ દરમિયાન IPO લાવવાની તૈયારી કરી રહી છે. અમે અમારા સભ્યો તેમજ, ઉદ્યોગ સાહસિકોને નવા સ્ટાર્ટઅપ, AI, ન્યુ એજ બિઝનેસ, સેમીકંડક્ટર બિઝનેસ તેમજ કટીંગ-એડ્જ અત્યાધુનિક ઉદ્યોગ માટે આ ઇવેન્ટનું આયોજન કર્યું છે, જે આજે ખૂબજ સફળ રહી હતી.”

એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સહ-સ્થાપક અને ડાયરેક્ટર રોહન દેસાઈએ જણાવ્યું હતું કે, “આજની આ ઇવેન્ટ ખરેખર ખૂબ જ સરાહનીય અને નોલેજ શેરીંગ હતી. સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપરાંત ઘણી નવી ઇન્ડસ્ટ્રીઝ સ્થાપિત થઈ રહી છે. IPO થકી પબ્લિક પાર્ટનરશીપ સાથે ગ્રોથ કરવા ઈચ્છતી કંપનીઓ માટે આ કાર્યક્રમ ખૂબ જ માર્ગદર્શક રહ્યો હતો. ટૂંક સમયમાં જ અંદાજિત 20 જેટલી કંપનીઓ IPO લાવવા પ્રયાસ કરી રહી છે. ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ થશે તો નવી રોજગારીનું સર્જન થશે અને ઓવરઓલ સુરત સીટી નો પણ વિકાસ થશે.”

અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડના સીઈઓ શ્રી ગોપાલ અગ્રવાલે જણાવ્યું હતું કે, “સુરતની ભૂમિ ઉદ્યોગ સાહસિકોની ભૂમિ છે. કોર્પોરેટ કનેક્શન્સ, સુરત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આવીને મને IPO દ્વારા વિકાસની તકો અને વેલ્થ ક્રિયેશન અંગેના મારા વિચારો રજૂ કરવાની તક મળી, જે માટે હું ખૂબ જ ગૌરવ અનુભવ કરી રહ્યો છું. અહીં આજે નવી જનરેશન માટે નવા ઉદ્યોગ, સ્ટાર્ટ-અપના બિઝનેસ આઈડિયા અંગે ચર્ચા થઈ, જે ખરેખર ઉદ્યોગ સાહસિકો માટે ખૂબ જ માર્ગદર્શક સાબિત થઈ હતી.”

ઉદ્યોગના અગ્રણીઓએ તેમની IPO યાત્રાઓ વિશે ઉપયોગી માહિતી શેર કરતાં પબ્લિક લિસ્ટિંગ તરફ દોરી જતા મહત્વપૂર્ણ સીમાચિહ્નો અને વ્યૂહરચનાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જે સમારોહમાં ઉપસ્થિત પ્રેક્ષકો માટે ખૂબ જ જ્ઞાનવર્ધક રહ્યો હતો.

સુરતના કલેકટર શ્રી સૌરભ પારધી અને આવકવેરા વિભાગ, સુરતના એડિશનલ ઈન્વેસ્ટિગેશન ડાયરેક્ટ શ્રી પ્રવીણ કુમારે વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી.

વક્તાઓ, પ્રાયોજકો અને ઉપસ્થિતો લોકોના સન્માન સમારોહ સાથે આ કાર્યક્રમનું સમાપન થયું હતું. ઇવેન્ટ ચેરપર્સન શ્રી રિતેશ સરાફના નેતૃત્વમાં, સમિતિના સભ્યો પ્રિત સ્વામી, ધારા શાહ અને શ્વેતા ગરોડિયાએ CC KLT 3.0 ને ભવ્ય સફળતા આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સમુદાયમાં 12 નવા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

કોર્પોરેટ કનેક્શન્સ, સુરતની CC KLT 3.0 ઈવેન્ટ એ ખરેખર સુરતના રિજનલ બિઝનેસ લેન્ડસ્કેપને વધારવા અને સુરત શહેરના આર્થિક વિકાસમાં યોગદાન આપવાની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આવનારા વર્ષોમાં ઇનોવેશન, સહયોગ અને શ્રેષ્ઠતાને વધુ આગળ વધારવા માટે સંસ્થા ઉત્સાહી છે.

You May Also Like