આદિત્ય બિરલા ગ્રૂપે સુરતમાં ઇન્દ્રિયાનો પ્રથમ સ્ટોર ખોલ્યો

1 min read

સુરત, 7 ડિસેમ્બર, 2024: આદિત્ય બિરલા ગ્રૂપની જ્વેલરી બ્રાન્ડ ઇન્દ્રિયાએ સુરતમાં પોતાનો પ્રથમ સ્ટોર શરૂ કર્યો છે. ગ્રૂપે જુલાઈમાં બ્રાન્ડ લોંચ કર્યા પછી અત્યાર સુધી 10 સ્ટોર ખોલ્યાં છે – જેમાં ત્રણ દિલ્હીમાં, બે-બે મુંબઈ અને પૂણેમાં તથા એક-એક ઇન્દોર, અમદાવાદ અને જયપુરમાં છે. સુરતમાં નવા સ્ટોર સાથે ગ્રૂપ પોતાનો ઉપભોક્તા પોર્ટફોલિયો વધારે મજબૂત કર્યો છે, જેમાં પોતાની મજબૂત બ્રાન્ડ ઇક્વિટી અને બજારમાં ઊંડી પહોંચનો ઉપયોગ કરે છે.

“ડાયમન્ડ સિટી” તરીકે પણ પ્રસિદ્ધ સુરત વિશ્વમાં હીરાનાં સૌથી મોટાં ઉત્પાદન કેન્દ્ર તરીકે જાણીતું છે, જ્યાં 5,000થી વધારે હીરા ઉત્પાદન એકમો સ્થિત છે. શહેર ગોલ્ડ જ્વેલરી માટે પણ વિકસતું કેન્દ્ર બની રહ્યું છે, જે પરંપરાગત અને સમકાલીન ડિઝાઇનોમાં કુશળ કારીગરી સાથે પોતાના ડાયમન્ડ ઉદ્યોગમાં પૂરક છે. મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને વાણિજ્યિક કેન્દ્ર તરીકે પ્રખ્યાત સુરત દેશના આર્થિક ક્ષેત્રમાં અગત્યનું સ્થાન ધરાવે છે. સુરત ઇન્દ્રિયાને તેની કામગીરી વધારવા તથા રચનાત્મકતા અને નવીનતા એમ બંને માટે મૂલ્ય ધરાવતા ગ્રાહકો સાથે જોડાવા પૂરતી તક પ્રદાન કરે છે.
આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેને જુલાઈમાં ઇન્દ્રિયા લોંચ કરવાના સમયે આગામી પાંચ વર્ષમાં ભારતમાં ટોચનાં ત્રણ જ્વેલરી રિટેલર્સ વચ્ચે સ્થાન મેળવાનો ઉદ્દેશ જાહેર કર્યો હતો. આ મહત્વાકાંક્ષી સાહસને રૂ. 5,000 કરોડનાં અસાધારણ રોકાણનું પીઠબળ પ્રાપ્ત છે, જે આદિત્ય બિરલા ગ્રૂપની ભારતમાં જ્વેલરી રિટેલ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.

બ્રાન્ડનું નામ ઇન્દ્રિયાનું મૂળ સંસ્કૃત ભાષામાં છે, જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો પર્યાય સમાન છે. ઇન્દ્રિયા એટલે મજબૂતી અને પાંચ ઇન્દ્રિયોની તાકાત ધરાવતું. અહીં ઇન્દ્રિયા આપણી ચેતનાઓને દોરે છે, આપણને આપણી આસપાસની દુનિયાનો અનુભવ અને જાણકારી આપે છે તેમ જ આપણાં અસ્તિત્વને પરિભાષિત કરે છે! સુંદર બ્રાન્ડ ઇન્સાઇનિયા ફિમેલ ગેઝેલ છે, જેમાં ઇન્દ્રિયો તથા મહિલાની સુંદરતા અને ગરિમાનાં પ્રતીકનો સમન્વય થયો છે. બ્રાન્ડ એકથી વધારે રીતે તમારી ઇન્દ્રિયોને આકર્ષિત કરશે તથા તમારાં હૃદયમાં એવી લાગણી પેદા થશે કે “દિલ અભી ભરા નહીં”!

પ્રેમથી બનાવેલા દરેક પીસ ગોલ્ડ, પોલ્કી અને ડાયમન્ડમાં 16,000થી વધારે નવી ડિઝાઇનો સાથે ભારતીય કારીગરોની ઉત્કૃષ્ટ કુશળતા પ્રતિબિંબિત કરે છે.

આ લોંચ પ્રસંગે ઇન્દ્રિયાના ડાયરેક્ટર શ્રી દિલીપ ગૌરે કહ્યું હતું કે, “ઇન્દ્રિયામાં અમારો ઉદ્દેશ રચનાત્મકતા, ટેકનોલોજી અને ગ્રાહકના અનુભવમાં નવા માપદંડો સ્થાપિત કરીને જ્વેલરી ક્ષેત્રને નવેસરથી પરિભાષિત કરવાનો છે. અમે બનાવેલા દરેક પીસ ઉત્કૃષ્ટ કારીગરી બયાન કરે છે, જેમાં આધુનિક ડિઝાઇનો સાથે શાશ્વત કળાનો સંગમ થયો છે. હીરાના કટિંગમાં કુશળતા માટે પ્રસિદ્ધ તથા ગોલ્ડ જ્વેલરીમાં મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસી રહેલું સુરત અમારા વિઝન સાથે આદર્શ રીતે સુસંગત છે. શહેરના આધુનિક નવીનતા સાથે સાંસ્કૃતિક વારસાનો સમન્વય કરીને અમે પ્રાદેશિક કારીગરીની ઉજવણી કરી છે અને બહોળા ગ્રાહકો માટે એને સુલભ બનાવી છે. અમારું ધ્યાન અસાધારણ ડિઝાઇન અને ખરીદીના અનુભવને રસપ્રદ બનાવવા પર કેન્દ્રિત છે, જે સ્વઅભિવ્યક્તિને સક્ષમ બનાવે છે, જ્વેલરીમાં પરંપરા અને આધુનિકતાનો અર્થપૂર્ણ સંગમ કરે છે. “

ઇન્દ્રિયાના સીઇઓ શ્રી સંદીપ કોહલીએ કહ્યું હતું કે, “જ્વેલરી સરળ રોકાણમાંથી વ્યક્તિત્વના અસરકારક પ્રદર્શનમાં પરિવર્તિત થઈ છે. ઇન્દ્રિયામાં અમારી ખાસિયત સ્પષ્ટ વિશિષ્ટતા, વિશિષ્ટ ડિઝાઇનો, વ્યક્તિગત સેવા અને અધિકૃત પ્રાદેશિક પ્રભાવ છે. હીરામાં પોતાના ઊંડી કારીગરી અને કુશળતા સાથે સુરત અમારા અભિગમમાં આદર્શ રીતે પૂરક છે. અમારી ઓફરનાં કેન્દ્રમાં નવીન સિગ્નેચર એક્સપિરિયન્સ છે, જેમાં વિશિષ્ટ લોંજ અને કસ્ટમાઇઝેશન સેવાઓ સામેલ છે. તેમાં ઇન-સ્ટોર સ્ટાઇલિસ્ટ અને કુશળ કન્સલ્ટન્ટ ખરીદીની સફરનાં દરેક પાસાંને શ્રેષ્ઠ બનાવવા કામ કરે છે. અમારું અદ્યતન ડિજિટલ પ્લેટફોર્મ સાતત્યપૂર્ણ અનુભવ સુનિશ્ચિત કરે છે, જે જ્વેલરી રિટેલની ભૌતિક અને ડિજિટલ દુનિયા માટે સેતુરૂપ છે.”

ઇન્દ્રિયા સ્ટોર એની પોતાની રીતોએ વિશિષ્ટ છે. આ સ્ટુડિયો હોઈ શકે છે, જ્યાં વ્યક્તિગત સ્ટાઇલિસ્ટ તમારા માટે ખાસ પીસ બનાવે છે, આ ભારતીય કારીગરીની ઉજવણી હોઈ શકે છે, આ નવવધૂ માટે વર્કશોપ હોઈ શકે છે, જ્યાં તે વિવિધ ડિઝાઇનોની બહોળી વેરાયટીમાંથી પસંદગી કરી શકે છે.

આવો, જુઓ કેવી રીતે સંપૂર્ણ શહેરનું હૃદય જીતી લીધું છે. વિશ્વાસ, જે આદિત્ય બિરલા ગ્રૂપની ઓળખ છે. સુરતમાં ઇન્દ્રિયાના પ્રથમ સ્ટોર સાથે ઉત્કૃષ્ટ જ્વેલરીની દુનિયાને જુઓ.

You May Also Like