ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રોગ્રેસ એલાયન્સની મહિલા વિંગ દ્વારા નવચેતના કાર્યક્રમનું આયોજન કરાયું…

1 min read

બ્રહ્મા કુમારી શિવાની દીદીએ આંતરિક શક્તિને જાગૃત કરવાની યુક્તિઓ શીખવી

કાર્યક્રમ દરમિયાન એક સાથે સાત હજાર લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવાના શપથ લીધા

સુરત. ઉદ્યોગસાહસિકોને તેમના વ્યવસાયમાં વૃદ્ધિ માટે પ્લેટફોર્મ પૂરું પાડતી નોન પ્રોફિટ મોટીવ સંસ્થા પ્રોગ્રેસ એલાયન્સની મહિલા વિંગ દ્વારા નવચેતના – એક નવી ઉર્જા, એક નવો સંકલ્પ કાર્યક્રમનું આયોજન રવિવારે કરવામાં આવ્યું હતું. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સવારે 9 થી 1 વાગ્યા સુધી આયોજિત આ કાર્યક્રમમાં બ્રહ્મા કુમારી શિવાની દીદીએ આંતરિક શક્તિને જાગૃત કરીને જીવન કેવી રીતે સરળ બનાવી શકાય તેની ટ્રિક્સ શીખવી હતી. આ સાથે સુરત શહેર જ્યારે હવે ટ્રાફિક નિયમોના પાલનની દિશામાં સતત આગળ વધી રહ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાત હજારથી વધુ લોકોએ એક સાથ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહરિશું, સીટ બેલ્ટ અને ટ્રાફિક સિગ્નલ નું પાલન કરીશું એવો સંકલ્પ અને શપથ લીધા હતા.

શનિવારે જ્યારે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે મહિલાની આંતરિક શક્તિને જાગૃત કરવા અને વધુ સારા સમાજના નિર્માણમાં મહિલાઓની ભૂમિકાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે, ઇન્ડોર સ્ટેડિયમમાં બ્રહ્મા કુમારી શિવાની દીદીની હાજરીમાં નવચેતના – એક નવી ઉર્જા, એક નવો સંકલ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં દસ હજાર પુરૂષો અને મહિલાઓ સહિત પ્રોગ્રેસ એલાયાન્સ ના સભ્યોએ ભાગ લીધો હતો. બ્રહ્મા કુમારી શિવાની દીદીએ જીવનમાં આંતરિક ઉર્જા કેવી રીતે જાગૃત કરવી અને જીવનમાં પ્રેમ અને શાંતિની ભાવના કેવી રીતે સ્થાપિત કરવી તે અંગે દરેકને માર્ગદર્શન આપ્યું હતું.

પ્રોગ્રેસ એલાયન્સ વિશે:-

પ્રોગ્રેસ એલાયન્સ, એક નોન પ્રોફિટ મોટીવ સંસ્થા, અત્યાર સુધીમાં વેચાણ વૃદ્ધિ, નફામાં વૃદ્ધિ, ટીમ મેનેજમેન્ટ, સમય વ્યવસ્થાપન, લોનમાંથી મુક્તિ, ચુકવણી સંગ્રહ, સ્ટોક રિડક્શન, વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ તેમજ ડિસિઝન મેકિંગ, હિંમત, ફ્રીડમ, ફ્રીડમ વગેરે જેવા વિવિધ ક્ષેત્રો પર 5,000 થી વધુ સાહસિકોના જીવનમાં કામ કર્યું છે. જેના કારણે તેનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેનો 360 ડિગ્રી ગ્રોથ થયો છે!!!

પ્રામાણિકતા, અધિકૃતતા, પ્રતિબદ્ધતા અને સ્ટેન્ડના પાયાના માળખા પર બનેલ, પ્રોગ્રેસ એલાયન્સ “ગોઇંગ ટુગેદર”ની ભાવના સાથે કાર્ય કરે છે. સાથે ઊભા રહેવા, એકબીજાને ટેકો આપવા અને સાથે મળીને આગળ વધવાના સિદ્ધાંતો પર આધારિત, પ્રોગ્રેસ એલાયન્સ આજે ભારતના વિવિધ શહેરોમાં કામ કરી રહ્યું છે, અને આવનારા વર્ષોમાં ભારતના દરેક શહેરના લોકોને તેના લાભો પહોંચાડવા માટે કામ ચાલી રહ્યું છે.

ઝૂમ પ્લેટફોર્મ દ્વારા દેશ અને દુનિયાના ઘણા લોકો અમારી સાથે જોડાયેલા છે, અને વિમેન્સ પ્રોગ્રેસ ચેપ્ટર પણ મહિલા સશક્તિકરણ માટે કામ કરી રહ્યું છે.

You May Also Like