સર્ટનલી બ્લુ ક્લબ અભિયાન અંતર્ગત ફેશન, પરિવાર અને તહેવારોની ખુશીઓની ઉજવણી
વડોદરા. આ તહેવારોની મોસમમાં ગુજરાતના પ્રતિષ્ઠિત પ્રીમિયમ ફેમિલી ફેશન ડેસ્ટિનેશન્સમાંના એક બ્લુ ક્લબ દ્વારા જાણીતા ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકરનું સ્વાગત કરવામાં આવ્યું . તેઓ રવિવાર, 25 ઑક્ટોબર, 2026ના રોજ વડોદરાના ગેંડા સર્કલ ખાતે તાજેતરમાં શરૂ થયેલા બ્લુ ક્લબના ફ્લેગશિપ સ્ટોરની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત બ્લુ ક્લબના ચાલુ “સર્ટનલી બ્લુ ક્લબ” અભિયાનનો એક ભાગ છે. આ અભિયાન સુંદર વસ્ત્રો પહેરવાના આનંદ, વ્યક્તિગત સ્ટાઇલના મહત્ત્વ અને પરિવારોને એકસાથે લાવતી ખાસ પળોની ઉજવણી કરે છે.
પડદા પરના પોતાના આકર્ષક અભિનય અને ગુજરાતી દર્શકો સાથેના મજબૂત જોડાણ માટે જાણીતા મલ્હાર ઠાકર નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. આ પેઢી પોતાની આગવી ઓળખને મહત્ત્વ આપે છે અને સાથે જ પોતાના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલી રહે છે.
આ પ્રસંગમાં તેમની ઉપસ્થિતિ એ બ્લુ ક્લબની આ માન્યતાને પ્રતિબિંબિત કરે છે કે ફેશન માત્ર આપણે પહેરતાં કપડાં પૂરતી સીમિત નથી, પરંતુ તે વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસની અભિવ્યક્તિ છે, તેમજ પોતાના પ્રિયજનો સાથે વિતાવેલી યાદગાર પળોને વધુ ખાસ બનાવવાનું માધ્યમ પણ છે.

– વડોદરામાં ફેશનનો નવો અનુભવ
1997માં સ્થાપિત બ્લુ ક્લબે કાળજીપૂર્વક પસંદ કરેલી ફેશન, ગુણવત્તા અને ગ્રાહકો સાથેના સંબંધોના આધારે પોતાની પ્રતિષ્ઠા ઊભી કરી છે.
અલકાપુરીમાં તાજેતરમાં શરૂ કરાયેલા 22,000 ચોરસ ફૂટના ફ્લેગશિપ સ્ટોર સાથે બ્લુ ક્લબ આંતરરાષ્ટ્રીય અને સમકાલીન ફેશન બ્રાન્ડ્સની પસંદગી એક જ છત નીચે ઉપલબ્ધ કરાવે છે. આ સ્ટોર પુરુષો, મહિલાઓ અને બાળકો માટે વધુ પ્રીમિયમ શોપિંગનો અનુભવ પ્રદાન કરે છે. જેમ જેમ પરિવારો દિવાળીની તૈયારીઓ કરી રહ્યા છે, તેમ તેમ બ્રાન્ડનો હેતુ તહેવારોની ખરીદીને પણ ઉજવણી જેટલી જ યાદગાર બનાવવાનો છે.
“સર્ટનલી બ્લુ ક્લબ” અભિયાન દ્વારા બ્લુ ક્લબ એવા ગ્રાહકો સાથેના પોતાના જોડાણને વધુ મજબૂત બનાવી રહી છે, જેઓ સુઘડ ફેશન, ઝીણવટભરી વિગતો અને પરિવાર સાથે ખરીદી કરવાના આનંદને મહત્ત્વ આપે છે.
મલ્હાર ઠાકરની મુલાકાત આ સફરમાં એક ખાસ પ્રસંગ બની રહેશે, જેમાં ગુજરાતી સિનેમા, સમકાલીન ફેશન અને વડોદરાની તહેવારોની ભાવનાનો સમન્વય જોવા મળશે. કારણ કે ઉત્તમ સ્ટાઇલ વ્યક્તિગત હોય છે, પરંતુ તેની ઉજવણીનો આનંદ સૌ સાથે વહેંચવામાં છે.

– બ્લુ ક્લબ વિશે :-
1997માં સ્થાપિત બ્લુ ક્લબ એક પ્રીમિયમ મલ્ટી-બ્રાન્ડ ફેમિલી ફેશન રિટેલર છે, જે સમગ્ર ગુજરાતમાં પોતાની હાજરીનો વિસ્તાર કરી રહી છે. અગ્રણી આંતરરાષ્ટ્રીય અને સમકાલીન ફેશન બ્રાન્ડ્સને એકસાથે લાવીને આ બ્રાન્ડ સમગ્ર પરિવાર માટે કાળજીપૂર્વક પસંદ કરાયેલા કલેક્શન અને વિશિષ્ટ શોપિંગનો અનુભવ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે.
