દીપ દર્શન વિદ્યા સંકુલ દ્વારા દરેક વિભાગો માં તારીખ 19 નવેમ્બર, 2025 અને 20 નવેમ્બર, 2025ના રોજ સ્પોર્ટ્સ ડેની ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ કરી. SMC પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને તેમની રમતગમતની ક્ષમતા અને ટીમ સ્પિરિટનું પ્રદર્શન કર્યું.
કાર્યક્મની શુભ શરૂઆત હનુમાન ચાલીસા દ્વારા કરવામાં આવી તથા શાળાના આદરણીય મેનેજમેન્ટ સભ્યો , શાળા ના ટ્રસ્ટી અને શક્ષણિક સલાહકાર તેમજ મુખ્ય મેહમાન તરીકે ડો. બિન્દેશ પટેલ–ડેપ્યુટી રજિસ્ટ્રાર, પી.પી.સવાણી યુનિવર્સિટી, ડૉ.વિજયભાઈ ગોંડલિયા–ડાયરેક્ટર ઉકા તરસાડીયા યુનિવર્સિટી ,શ્રી જય ભંડારી– સ્પોર્ટ્સ એડવાઇઝર, શાળા ના વાલી મિત્રો શ્રી સચિન શર્મા, શ્રી રોહિતભાઈ મેર, શ્રી પ્રદ્યુમનસિંહ આહિર, શ્રી પરેશકુમાર પટેલ જેવા દિગ્ગજ આમંત્રિત મહેમાનોના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ થયો.બાળકો નો ઉત્સાહ વધારવા માટે શાળા ના અનેક વાલીઓ હાજર રહ્યા હતા. બે દિવસિય કાર્યક્રમમાં વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓમાં રમતગમત, ટીમવર્ક અને શારીરિક ક્ષમતાના મૂલ્યોને વધારવામાં આવ્યા. સહભાગીઓએ પ્રશંસનીય ઉર્જા અને કૌશલ્ય દર્શાવ્યું, જેનાથી આ કાર્યક્રમ યાદગાર અને આનંદદાયક બન્યો.
શાળા ના બાળકો દ્વારા પરેડ કાર્યક્રમ, ડાન્સ પરફોર્મન્સ અને મશાલ માર્ચિંગ એ બધા નું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને બાળકો એ પોતાના કૌશલ રજૂ કરી બધા ને મંત્રમુગ્ધ કરી દીધા હતા જેના માટે શાળાગણ તથા વાલીઓ એ એમને ટાળી ઓના ગળગળાટ થી બિરદાવી લીધા હતા.

સ્પોર્ટ્સ ડેની ઉજવણી પુરસ્કાર વિતરણ સમારોહ સાથે સમાપ્ત થઈ, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ દેખાવ બદલ સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ ઉત્સાહ અને તાળીઓથી સાક્ષર બન્યો, જે શાળાની વિદ્યાર્થીઓને સર્વાંગી શિક્ષણ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ કાર્યક્રમની સફળતા માટે સહયોગ આપનાર માતા-પિતા, વાલીઓ અને શિક્ષકગણનો શાળા તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
દીપ દર્શન વિધાસંકુલ હંમેશની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી પ્રતિભાને પ્રોત્સાહિત કરે તેવું સકારાત્મક અને પ્રેરણાદાયી માહોલનું સર્જન કર્યું હતું.
