ચિલ્ડ્રન ડે પર સુરતના અનાથ બાળકો માટે પવાસિયા પરિવારનું માનવીય અભિયાન

1 min read

ત્રણ રેસ્ટોરન્ટમાં રમતો, નૃત્ય, ભોજન અને ગિફ્ટ સાથે ઉત્સાહભેર ઉજવણી, 180 બાળકોના ચહેરા પર ખીલી ઉઠ્યું સ્મિત

સુરત : શહેરના જાણીતા હોટેલિયર ઉમેશ પવાસીયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચિલ્ડ્રન ડેના અવસરે અનાથ બાળકો સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. “ખુશી વહેંચો, પ્રેમ ફેલાવો” સૂત્ર સાથે યોજાયેલી આ માનવીય પહેલમાં શહેરના વિવિધ અનાથ આશ્રમના 180 બાળકોને આમંત્રિત કરીને આનંદભર્યા કાર્યક્રમો યોજાયા હતા.

બપોરે ઓરન રેસ્ટોરન્ટ ખાતે તેમજ સાંજે સ્પાઇસ વીલા અને પેવેલિયન રેસ્ટોરન્ટ ખાતે બાળકો માટે ડાન્સ, ગેમ્સ અને મનોરંજક એક્ટિવિટીઝ યોજાઈ હતી. બાળકો હાસ્ય અને આનંદમાં ગરક થઈ ગયા હતા. બાળકોને વિશેષ મેન્યુ સાથે સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું અને અંતે દરેક બાળકને ભેટ આપીને વિદાય આપવામાં આવી હતી.

હોટેલ સંચાલક ઉમેશ પવાસીયાએ જણાવ્યું હતું કે, આ અભિયાનનો હેતુ માત્ર ઉજવણી કરવાનો નથી, પરંતુ એવા બાળકોના જીવનમાં ખુશીનો એક પળ પૂરું પાડવાનો છે. ઘણા લોકો અનાથ આશ્રમોમાં જઈ મદદ પૂરી પાડે અને બાળકોને ભોજન કરાવે છે જે સારી બાબત છે પણ જ્યારે અમારી પાસે જ્યારે હોટેલ જેવું પ્લેટફોર્મ છે તો તેનો ઉપયોગ સમાજકાર્ય માટે થાય એમાં મને ખુશી છે. કરણ કે અમે સમુદાય સાથે જોડાયેલી કંપની છીએ અને લોકોને એકસાથે લાવતા, સમાજ માટે કંઈક સારું કરતા ગર્વ અનુભવી રહ્યા છીએ, ઉમેશ પવાસીયાએ વધુમાં જણાવ્યું. આ પહેલ પવાસિયા હૉસ્પિટાલિટીનો સમાજ પ્રત્યેનો લાગણીસભર અને જવાબદારીનો અભિગમ બતાવે છે, જેનાથી બીજા લોકોને પણ દયાળુ બનવા અને જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવા પ્રેરણા મળે છે. અને એ યાદ અપાવે છે કે નાનકડી દયા પણ કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે

You May Also Like