સિટ્રોન ઇન્ડિયાએ પોતાની સૌથી આકર્ષક અને ખાસ ડાર્ક એડિશન સિરિઝ લોન્ચ કરી છે, જેમાં C3, એરક્રોસ અને બેસાલ્ટ SUV કૂપેના ટોપ વેરિઅન્ટ્સ શામેલ છે. સ્ટાર ક્રિકેટર અને સિટ્રોઈનના બ્રાન્ડ એમ્બેસેડર મહેન્દ્ર સિંહ ધોનીએ આ ડાર્ક એડિશનનું અનાવરણ કર્યું અને પ્રથમ બેસાલ્ટ ડાર્ક એડિશનની ડિલિવરી લઈ તેના પ્રથમ માલિક બન્યા.
આ ડાર્ક એડિશન કારો લિમિટેડ સંખ્યામાં ઉપલબ્ધ છે અને તેમની આકર્ષક ડિઝાઇન તેમજ પ્રીમિયમ ઇન્ટિરિયર્સ સાથે ભારતીય રસ્તાઓ પર ઉતરીને ધ્યાન ખેંચવા તૈયાર છે.
સિટ્રોઈન ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર શિશિર મિશ્રાએ જણાવ્યું કે ડાર્ક એડિશન અમારી સ્ટાઇલિશ ડિઝાઇન્સ અને આધુનિકતાને એકાસાથે જોડવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ લિમિટેડ એડિશનની ખાસ સિરિઝ પોતાના પ્રીમિયમ ફીચર્સ સાથે ભારતીય ગ્રાહકોની બદલાતી જતી પસંદગીને અનુરૂપ છે. અમે ખુશ છીએ કે એમ.એસ. ધોની આ સિટ્રોઈન સિરિઝના પહેલા ગ્રાહક બનીને ઓનર્સ ક્લબમાં પોતાની આગવી અદા સાથે જોડાયા.

ડાર્ક એડિશન ગાડીઓ પર્લ નેરા બ્લેક રંગમાં બોલ્ડ અને સ્પોર્ટી લુક ધરાવે છે. બહારના ભાગમાં શેવરોન બેજ, ફ્રન્ટ ગ્રિલ અને બોડી સાઇડ મોલ્ડિંગ પર ડાર્ક ક્રોમ એક્સેન્ટ્સ છે, જ્યારે બમ્પર અને ડોર હેન્ડલ્સ પર ગ્લોસ બ્લેક ફિનિશ છે. આ ફીચર્સને કારણે રસ્તા પર આ ગાડીઓ પોતાની એક સ્ટ્રોંગ અને અલગ હાજરી નોંધાવે છે.
ગાડીની અંદર પણ ઓલ-બ્લેક થીમ અપાઇ છે જે પ્રીમિયમ અનુભવ આપે છે. મેટ્રોપોલિટન બ્લેક લેધરેટ સીટ્સ અને કસ્ટમ લેધરેટથી બનેલું ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ છે. કાર્બન બ્લેક ઇન્ટિરિયર્સમાં લાવા રેડ ડિટેલિંગ અને હાઇ-ગ્લોસ બ્લેક ફિનિશ અપાયું છે. આ ઉપરાંત, કસ્ટમ સીટ કવર્સ, ડાર્ક ક્રોમ મોલ્ડિંગ્સ અને ગ્રિલ એમ્બેલિશર જેવા ખાસ ફીચર્સ કેબિનને વધુ આકર્ષક બનાવે છે.
આ ડાર્ક એડિશન ફક્ત C3, એરક્રોસ અને બેસાલ્ટના ટોપ વેરિઅન્ટ્સ પર જ ઉપલબ્ધ છે અને 10 એપ્રિલ, 2025થી સિટ્રોનના દેશભરના ડીલરશિપ નેટવર્ક દ્વારા વેચાઇ રહી છે. ડાર્ક એડિશન C3ની કિંમત રૂ. 8,38,300 રૂપિયાથી શરૂ થાય છે જ્યારે એરક્રોસ રૂ. 13,13,300 રૂપિયાથી અને ડાર્ક એડિશન બસાલ્ટ ની કિંમત 12,80,000 રૂપિયાથી શરૂ થાય છે.