વર્લ્ડ ગ્રપ્પલિંગ (રેસલિંગ) ચેમ્પિયનશીપમાં ભારતે જીતી ચેમ્પિયન ટ્રોફી

રશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતે જીત્યા 105 મેડલ્સ

સુરતઃ રશિયાના મોસ્કોમાં 17 થી 19 નવેમ્બર દરમિયાન યોજાયેલી ગ્રેપલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની ગ્રેપ્લિંગ ટીમે 105 મેડલ જીતીને ચેમ્પિયન બનવાનો ખિતાબ હાંસલ કર્યો છે.  ભારતે 23 ગોલ્ડ, 30 સિલ્વર અને 52 બ્રોન્ઝ મેડલ જીત્યા અને રશિયાને હરાવીને નંબર વન ટ્રોફી કબજે કરી.

ગ્રેપલિંગ એ કુસ્તીનો એક ભાગ છે, જેમાં મોટાભાગે રશિયા ટોચ પર રહ્યું છે પરંતુ આ વખતે ભારતીય ટીમે રશિયન ટીમને હરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.ભારતના 86 ખેલાડીઓએ ખૂબ જ જોશ અને ઉત્સાહ સાથે આ રમત રમી,  તમામ દેશોને હરાવીને અને ચેમ્પિયન ટ્રોફીનો દાવો કરીને મોદીજીના સપના પૂરા થયા.  જીસીઆઈના ચેરમેન શ્રી દિનેશ કપૂર, બિરજુ શર્મા, વિનોદ શર્મા વિજય સગનવાન અને સુરત ગુજરાત કંપની એલાયન્સના ચેરમેન સુભાષ દાવરની આગેવાની હેઠળ ભારતની નેશનલ ગ્રેપલિંગ ટીમમાં ગુજરાતના 7 ખેલાડીઓ કે જેઓ તમામ ગુજરાતની દીકરીઓ છે તેમણે 7 મેડલ જીત્યા હતા. જેમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ હતા.

ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ટીમના મોસ્કો રવાના થતા પહેલા દેશના ઘણા જાણીતા મહાનુભાવો અને ફિલ્મ સ્ટાર્સે ખેલાડીઓને શુભેચ્છાઓ સાથે વિદાય આપી હતી, જેમાં ગુજરાતના રમતગમત અને ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરનો સમાવેશ થાય છે.  આ બધી શુભકામનાઓએ ખેલાડીઓમાં એક અલગ જ ઉત્સાહ ભરી દીધો અને ખેલાડીઓએ દેશવાસીઓની અપેક્ષા મુજબનું કર્યું.

આપણા દેશ માટે આ ખૂબ જ ગર્વની વાત છે કે ભલે આપણે ક્રિકેટમાં વર્લ્ડ કપ જીતી શક્યા ન હતા, પરંતુ અમે 19 દેશોને હરાવીને ગ્રૅપલિંગમાં ચેમ્પિયનનો ખિતાબ જીત્યો

You May Also Like