“રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ

અમદાવાદ: તારીખ ૧૯ નવેમ્બર ૨૦૨૨ના રોજ “રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ કાર્યક્રમ કર્ણાવતી ક્લબ ખાતે સાંજે ૭ વાગે યોજાવાનો છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત પોલીસ માટેનો આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેમાં ગુજરાત પોલીસનું મનોબળ વધારવા માટે હિમાચલ પ્રદેશ પોલીસનું પ્રખ્યાત બેન્ડ “હાર્મની ઓફ ધ પાઈન્સ” પરફોર્મ કરવા માટે આવી રહ્યું છે. આપણા રક્ષક ગુજરાત પોલીસ જે રીતે કોઈ પણ સ્વાર્થ વગર લોકોની સેવા કરે છે એમના માટે આ કાર્યક્રમમાં બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લગભગ ૨૦ જેટલા કલાકારો ગુજરાત પોલીસને સેલ્યુટ કરવા માટે આવી રહ્યા છે. આ કાર્યક્રમ શ્રી સાંઈ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટ, સર્જન ધ સ્પાર્ક, કર્ણાવતી ક્લબ તથા કલ્ચર અને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી ઓફ ગુજરાત અને હોમ મિનિસ્ટ્રી ઓફ ગુજરાતના સપોર્ટ સાથે યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાતનાં ૩૬ જિલ્લાઓ અને ૪ પોલીસ કમિશ્નરેટને આવરી લેવામાં આવ્યા છે. તથા દરેક જિલ્લામાંથી જે પોલીસ અધિકારીઓએ સારી કામગીરી કરી હોય તેમને મેડલ અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં પોલીસ તરફથી કમિટિના ચેરમેન તરીકે એ. ડી. જી. પી. કાયદો અને વ્યવસ્થા આઈ.પી.એસ. શ્રી નરસિમ્હા કોમર સાહેબ તથા અન્ય કમિટિ મેમ્બર તરીકે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, આઈ.પી.એસ. શ્રી પરિક્ષિતા રાઠોડ મેડમ, પોલીસ અધિક્ષકશ્રી, પી.એન્ડ.એમ આઈ.પી.એસ. શ્રી નિરજ બડગુજ્જર સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, કાયદો અને વ્યવસ્થા, આઈ.પી.એસ. શ્રી વિરેન્દ્ર સિંઘ યાદવ સાહેબ, પોલીસ અધિક્ષક અને સ્ટાફ ઓફીસરશ્રી આઈ.પી.એસ. શ્રી જી.જી.જસાણી સાહેબને નીમવામાં આવ્યા છે

You May Also Like