ડીકાર્બોનાઇઝિંગ ઇન્ડિયા અને વૈશ્વિક ડાયમંડ સેક્ટરને વેગ આપવા SRK એ અપનાવ્યા નવા સસ્ટેનેબિલિટી સ્ટાન્ડર્ડ

1 min read

ગ્લોબલ નેટવર્ક ફોર ઝીરો સાથેની ભાગીદારીથી સુનિશ્ચિત કરેલ સમય કરતાં 6 વર્ષ પહેલાં પોતાની ફેસિલિટીઝ માટે બધા કરતાં પ્રથમ નેટ ઝીરો સર્ટિફિકેટ મેળવી SRK ડાયમંડે હાંસિલ કરી ઐતિહાંસિલ સિદ્ધિ

સુરત – વિશ્વની અગ્રણી નેચરલ ડાયમંડ ક્રાફ્ટિંગ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. (SRK)ની બંને ક્રાફ્ટિંગ ફેસિલિટી SRK હાઉસ અને SRK એમ્પાયર માટે વર્ષ 2030 સુધી નેટ ઝીરો થવાનો લક્ષ્ય રાખ્યું હતું પરંતુ પોતાના લક્ષ્યને વેગ આપવા માટે વિશ્વની અગ્રણી નેટ ઝીરો સર્ટિફિકેશનની સંસ્થા ગ્લોબલ નેટવર્ક ફોર ઝીરો (GNFZ) સાથે મળીને તેના લક્ષ્યને 2024 માં જ હાંસિલ કરી લીધું છે. 

ગયા વર્ષે યોજવામાં આવેલ SRK સસ્ટેનેબિલિટી કોન્ક્લેવ દરમ્યાન કંપનીના આ નેટ ઝીરો ઉદ્દેશ્યની જાહેરાત કરવામાં આવી હતી જેમાં SRKની 6 દાયકાની યાત્રા દરમ્યાન સમાજના વિકાસ માટે કરવામાં આવેલ કામો, કુદરતી આફતો દરમ્યાન કરવામાં આવેલ રાહત કામગીરી, આરોગ્યની સંભાળ, શિક્ષણ, પર્યાવરણ, સંરક્ષણ જેવા વિવિધ પાસાઓ દર્શાવવામાં આવ્યા હતા. આ કોન્ક્લેવમાં કંપનીના ફાઉન્ડર ચેરમેન શ્રી ગોવિંદ ધોળકિયાએ એમીશનને નાબૂદ કરવાના સ્કોપ 1, 2 અને 3 માટે SRK ના વ્યાપક રોડમેપનું અનાવરણ કર્યું હતું. વધુમાં તેમણે કંપનીની 60 વર્ષની યાત્રામાં ESG ને પ્રતિબદ્ધ રહી કંપનીના દરેક કામ UN સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ અને નેટ ઝીરો ઈન્ડિયા અને વિશ્વમાં ડિકાર્બોનાઇઝિંગની કામગીરી કરી મુખ્ય આગેવાન બનવા માટે લીડરો દ્વારા લેવાયેલા પગલાં જેને “ક્રાઉન જવેલ” તરીકે પણ ઓળખવામાં આવે છે તેને વિગતવાર દર્શાવતો SRKનો પ્રથમ પ્યોર ઇમ્પેક્ટ રિપોર્ટની પણ જાહેરાત કરી હતી. 

શરૂઆતથી જ દુનિયામાં સર્વોચ્ચ પ્રદર્શન કરતી LEED સર્ટીફાઇડ બિલ્ડીંગ, SRK હાઉસ અને SRK એમ્પાયર, 2030 સુધી નેટ ઝીરો થવાનું લક્ષ્ય રાખેલ. જો કે યુ.એસ. ગ્રીન બિલ્ડિંગ કાઉન્સીલના ભુતપૂર્વ પ્રેસિડેન્ટ અને CEO મહેશ રામાનુજમ દ્વારા નવી સ્થાપિત કરેલ નેટ ઝીરો સર્ટિફિકેટ સંસ્થા GNFZ સાથે જોડાયા પછી એક સફળ વ્યૂહરચના દ્વારા બંને પ્રોજેક્ટના નેટ ઝીરો સર્ટિફિકેશન વર્ષ 2024માં જ હાંસિલ કરવાની પ્રક્રિયાને વેગ આપવા સક્ષમ બન્યા છે. 

શ્રી ગોવિંદ ધોળકિયા જણાવે છે કે, નેચરલ ડાયમંડના અગ્રણી હોવાની સાથે સાથે અમારા સેક્ટરને ડીકાર્બોનાઇઝ કરવું કેટલું અગત્ય છે અને આ ઉપરાંત સસ્ટેનેબલ ઓપરેશન ઉપર કામ કરતી ભારતની બીજી કંપનીઓ માટે એક ઉદાહરણ સ્થાપિત કરવાની અમારી જવાબદારી છે. 

કઇં પણ નિર્ણય લેવામાં પોતાની જવાબદારી નિભાવવામાં ઉપયોગી પ્રેરકબળ અને તેનું મહત્વ સમજાવતા ગોવિંદભાઇ ધોળકિયા કહે છે કે, “સમગ્ર ભારત રાષ્ટ્રને વર્ષ 2070 સુધી નેટ ઝીરો કરવાનું લક્ષ્ય છે. જો કે અમે માનીયે છીએ કે વ્યક્તિગત સુધારણા માટે આ લક્ષ્યને વેગ મળવો જોઇએ અને આપણાં ભારત રાષ્ટ્રને આગળ લઈ જવામાં બિઝનેસ લીડર્સ મહત્વની ભૂમિકા ભજવે છે. હું જાણતો હતો કે 2024નું લક્ષ્ય હાંસિલ કરવું તે દરેક માટે એક ઉદાહરણ સ્થાપિત કરવા માટેની તક હોઇ શકે છે. વર્ષના અંતમાં નેટ ઝીરો હાંસિલ કરવાના અમારા લક્ષ્યને અમે હરાવી મે મહિનામાં જ અમે આ લક્ષ્યને હાંસિલ કર્યો છે અને અમારા દરેક ઓપરેશન અને ઘણા મોટા સ્કેલમાં પરીવર્તન કરવા માટે ઘણી તકો ખોલી છે. 

GNFZ દ્વારા આપવામાં આવતા સર્ટિફિકેટની જરૂરિયાતોને પહોંચી વળવા SRKએ તેની ફેસિલિટીઝ માટે વિવિધ વ્યુહરચનાઓ જેમ કે સ્કોપ 1 અને 2 ના એમીશનને ઘટાડવા માટે ઓફ-સાઇટ 6 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરે છે અને સ્કોપ 3 માટે, SRKની માલિકીની તમામ કારને ઇલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરવી, સોલાર પાવર ઇલેક્ટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરેલ છે. કર્મચારીઓની દૈનિક મુસાફરીના માધ્યમો અને પ્રેક્ટિસને ટ્રેક કરવા માટે એક એપ્લિકેશન બનાવવી અને 200-એકર જમીનમાં વૃક્ષો વાવવા જેવી પ્રવૃતિઓનો સમાવેશ થાય છે. તેમની ડીકાર્બોનાઇઝેશન સફરના આગળના પ્રકરણ માટે, તેઓ પાણી, કચરો અને ઉર્જાની સાથે સાથે પોતાના વ્યવસાય માટે પણ GNFZ દ્વારા નેટ ઝીરોનું પ્રમાણપત્ર મેળવશે. 

SRKની પ્રતિબદ્ધતા ભારતમાં નેટ ઝીરો હાંસિલ કરવા માટે શું શક્ય બની શકે છે તે દર્શાવી રહી છે ત્યારે GNFZના રામાનુજમ માને છે કે, “શ્રી ગોવિંદ ધોળકિયાના નેતૃત્વમાં, ઘણા ઓછા સમયમાં SRK પોતાના લક્ષ્યને હાંસિલ કરવા માટે અમારા દ્વારા બતાવવામાં આવેલ પ્રક્રિયા અને પદ્ધતિનો ઉપયોગ કરવા સક્ષમ છે. અને તેના પરિણામ તરીકે, પ્યુપીલ, પ્લેનેટ અને પર્પસ એમ દરેક ક્ષેત્રમાં બીજા ઇન્ડિયન બિસનેસ લીડર્સ સાથે પાર્ટનરશિપ કરીને ડીકાર્બોનાઇઝ કરવાનો માર્ગ મોકળો કરી રહ્યા છે.”

SRK ને મળેલ પ્રમાણપત્ર ઝીરો એમીશનવાળું ભવિષ્ય અનુસરવા અને ટકાવી રાખવાની તેમની કાયમી પ્રતિબદ્ધતાને સમર્થન આપે છે. વધુમાં, SRK દ્વારા કરવામાં આવતું અકલ્પનીય કામ ભારતની ડાયમંડ સેક્ટર અને સૌથી મોટી ભારતની બિસનેસ કમ્યુનિટી માટે ઉદાહરણ છે. 

GNFZની ટિમ કંપનીના ડેટા અને નેટ ઝીરોની સિદ્ધિઓની ઉપર સતત નજર રાખશે અને ખાતરી કરશે કે કંપની દ્વારા કરવામાં આવતી ઝીરો એમીશનની કામગીરીને ટકાવી રાખીયે.

શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. વિષે:     

શ્રી ગોવિંદ ધોળકિયા એટ્લે કે ગોવિંદકાકા દ્વારા સ્થાપવામાં આવેલ SRK વિશ્વની અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ કંપની છે. USD 1.8 બિલિયનની વેલ્યૂ ધરાવતી 6000 થી પણ વધુ લોકોને રોજગારી આપતી SRK છેલ્લા 6 દાયકાથી કાર્યરત છે અને વૈશ્વિક અર્થતંત્રમાં ભારતના યોગદાનમાં જે પરીવર્તન આવી રહ્યું છે તેમાં SRK પોતાની ભૂમિકા શ્રેષ્ઠ રીતે ભજવી રહ્યું છે. પ્યોર ટ્રસ્ટ, ટ્રાન્સપરન્સી અને દૃઢતા ઉપર ચાલતી પર્પઝ ડ્રિવન કંપની, SRK જેમ્સ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં કંપલાયન્સ અને સસ્ટેનેબિલિટી પ્રેક્ટિસમાં અગ્રણી  અને ઈન્ડિયાના ઝીરો એમીશનમાં પોતાનાથી બનતા દરેક પ્રયત્ન કરી રહી છે. SRK ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ISO સર્ટિફિકેટ, સિસ્ટમ્સ અને તેની પ્રોસેસના સર્ટિફિકેટ ધરાવી સૌથી વધુ કંપલાયન્ટનું પાલન કરતી કંપની બની છે.  વધુમાં SRK પોતાના પ્રોફિટ માંથી 4.5% થી પણ વધુ રકમ સામાજીક વિકાસ  માટે વાપરે છે. દરેકને સમાન તક, હંમેશા આગળ વધવું અને સાદગીભર્યું જીવન ધોરણ જેવા ગોવિંકાકાના સ્થાપેલાં મૂલ્યોને આગળ વધારતા, આ અગ્રણી ડાયમંડ કંપની હંમેશા સસ્ટેનેબિલિટી અને સમાજને મદદરૂપ થવા હંમેશા કાર્યરત રહે છે.

You May Also Like